UPANISHADS AND THEIR SIGNIFICANCE
ઉપનિષદો અને તેની ઉપાદેયતા
DOI:
https://doi.org/10.29121/shodhkosh.v3.i1.2022.5741Keywords:
Human Life, Soul Element, World, Paramatva, Creation, Knowledge of The UpanishadsAbstract [English]
In the present times, it has become a habit to live life by getting momentary pleasure through modern technology. But there is no time left to try to turn the pages of real life. Man has the power to think, understand, work more than other creatures. For this reason, he wants to know new things and keeps striving to do something. Today's man does not believe in self-satisfaction and remains immersed in an imaginary world created with his own thoughts. What is self-knowledge or Brahman knowledge for him? How much can the existence of how to live life be? What are the stages of life and how can they develop or decay? How can they be cured? How can happiness, peace and contentment be achieved? How can one experience perfection and bliss in life? How can one reconnect with the original essence from which this life has been achieved after being separated from it? The answers to these questions are given in detail in the Upanishads.
Why are the texts (Upanishads) that have been collected in the past thousands of years of spiritual search experiences considered foremost and universally accepted even after thousands of years because they state the ultimate truth and that is not due to the logic of the intellect but because the sages themselves, after having personal experience, have said that the Parabrahman is the supreme and the four great verses that explain the Brahman-parak matter in different ways are the special seed and fruit of the Upanishads. In order to find true happiness and joy, one should go beyond all the thoughts and desires that arise by addressing the inert elemental body, the intellect and lust guided by narrow selfishness. What is the true nature of oneself and that world? In order to understand it, one should insist on understanding it, and in that self-experience, one should understand that in the contemplation of the pure one element, in the harmony of the soul, the soul and the Supreme Soul, there is the complete Parabrahman.
Abstract [Hindi]
પ્રવર્તમાન સમયમાં આધુનિક ટેકનોલોજી દ્વારા ક્ષણિક આનંદ મેળવી જીવન જીવવાની ટેવ પડી ગઈ છે. પરંતુ વાસ્તવિક જીવનના પાનાં ઉથલાવવાની કોશિશ કરવાનો સમય નથી રહ્યો. માણસ પાસે અન્ય જીવો કરતાં વિચારવાની, સમજવાની, કામ કરવાની શક્તિઓ રહેલી છે. આ કારણથી જ તે નવું નવું જાણવાની ઈચ્છા ધરાવતો હોય છે અને કંઇક કરવા મથતો રહે છે. આજનો માનવી આત્મસંતોષમાં માનતો નથી પોતાના વિચારોની સાથે કાલ્પનિક દુનિયામાં રચ્યો પચ્યો રહે છે. તેને આત્મજ્ઞાન કે બ્રહ્મજ્ઞાન શું છે ? જીવન કેવી રીતે જીવવું એનું અસ્તિત્વ કેટલું હોઇ શકે ? જીવનની અવસ્થાઓ કઈ કઈ હોય અને તેનો વિકાસ કે ક્ષય કઈ રીતે થઈ શકે ? નીરોગી કઈ રીતે થઈ શકાય ? સુખ, શાંતિ તેમજ પ્રસન્નતા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય ? જીવનમાં પૂર્ણતા અને ધન્યતાનો અનુભવ કેવી રીતે મેળવી શકાય ? જેમાંથી વિખૂટા પડીને આ જીવન પ્રાપ્ત થયું છે એ મૂળ તત્ત્વ સાથે ફરી કેવી રીતે અનુસંધાન અને યોગ સાધી શકાય એવી બાબતોના ઉત્તર ઉપનિષદોમાં વિસ્તારથી આપેલા છે.
પૂર્વે હજારો વર્ષોના અધ્યાત્મની શોધના અનુભવો જેમાં એકઠા કરવામાં આવ્યા છે તે ગ્રંથ (ઉપનિષદો) આજે હજારો વર્ષો પછી પણ શા માટે અગ્રગણ્ય અને સર્વમાન્ય ગણાય છે કારણકે તેમાં છેવટનું સત્ય કહેવાયેલું છે અને તે બુદ્ધિના તર્કથી નહિ પણ ઋષિમુનિઓએ પોતે અંગત અનુભવ લીધા પછી પરબ્રહ્મ જ સર્વોપરી છે એમ કહીને બ્રહ્મપરક વાતને જુદી જુદી રીતે સમજાવનારાં ચાર મહાવાક્યો એ ઉપનિષદોનું આગવું બીજ તેમજ ફળ છે તેમ જણાવ્યું. જડ તત્ત્વ શરીરને સંબોધીને ઊભા થતા વિચારો અને ઈચ્છાઓ, સંકુચિત સ્વાર્થથી દોરાયેલી બુદ્ધિ અને વાસના એ સર્વથી પર જઈને માણસે ખરું સુખ અને ખરો આનંદ શોધવા માટે પોતાનું અને તે જગતનું ખરું સ્વરૂપ શું છે ? તે સમજવાનો આગ્રહ રાખવો જોઈએ અને તે આત્માનુભવમાં જીવ, આત્મા અને પરમાત્માના સમન્વયમાં શુદ્ધ એક તત્ત્વના ચિંતનમાં પૂર્ણ પરબ્રહ્મ છે એવું સમજવું જોઈએ.
Downloads
Published
How to Cite
Issue
Section
License
Copyright (c) 2022 Mahesh G. Patel, Praveen Kumar Kalubhai Baria

This work is licensed under a Creative Commons Attribution 4.0 International License.
With the licence CC-BY, authors retain the copyright, allowing anyone to download, reuse, re-print, modify, distribute, and/or copy their contribution. The work must be properly attributed to its author.
It is not necessary to ask for further permission from the author or journal board.
This journal provides immediate open access to its content on the principle that making research freely available to the public supports a greater global exchange of knowledge.